આ રોકાણ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને ઘરેલું (ઇન-હાઉસ) AI મોડલ વિકસાવવા પર ખર્ચવામાં આવશે. જેનાથી ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંપૂર્ણ તસવીર બદલી જશે. આ સટ્ટાબાજીવાળું રોકાણ નથી પણ રાષ્ટ્ર નિર્માણ માટે રોકવામાં આવેલી શિસ્તબદ્ધ પૂંજી છે. જે દશકો સુધી સ્થાયી આર્થિક મૂલ્ય અને રણનૈતિક મજબૂતી ઉભી રાખશે.'
મુકેશ અંબાણીએ સમિટના સંબોધન દરમિયાન AIના ભવિષ્ય પર પણ જોર આપતા કહ્યું કે, 'AIનો સૌથી સારો સમય આવવાનો બાકી છે, એઆઈ ટેકનિકસ્ ભારતમાં સૌથી વધુ સમૃદ્ધિ અને અવસરો ઉભા કરી નવો યુગ લાવી શકે છે.' તેમણે દુનિયામાં ચાલી રહી ચર્ચાઓને ટાંકીને કહ્યું કે, 'શું AIની તાકાત કોઈ લોકોના હાથમાં સમેટાઇ જશે કે પછી તમામ માટે અવસરનું માધ્યમ બનશે. મુકેશ અંબાણીએ ભારતને 21મી સદીની AI મહાશક્તિ બનનાવાના સંકલ્પને ફરી યાદ કરતાં આ રોકાણને રિલાયન્સના અત્યાર સુધીનું સૌથી મોટું અને સાહસિક પગલું ગણાવ્યું હતું.'






