ચીને સોમવારે દુનિયાને પોતાની ટેક્નિકલ તાકાત બતાવી. એક કાર્યક્રમમાં માણસ જેવા દેખાતા હ્યુમનૉઇડ રોબોટ્સે માર્શલ આર્ટ્સ અને ડાન્સ કર્યો. લગભગ 25 રોબોટ્સ બાળકો સાથે તલવારબાજી કરતા, બેકલિફ્ટ કરતા અને લાકડીઓ ફેરવતા ડાન્સ કરતા જોવા મળ્યા.

ખાસ વાત એ રહી કે એકપણ રોબોટ પડ્યો નહીં. આ પ્રદર્શન જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. ઘણા લોકોનાં મનમાં સવાલ થયો કે જો રોબોટ્સ હવે નાચી શકે છે અને કુંગ ફુ કરી શકે છે, તો તેઓ બીજું શું-શું કરી શકશે.

નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રદર્શન ગયા વર્ષની સરખામણીમાં બિલકુલ અલગ હતું. ગયા વર્ષે રોબોટ્સ ફક્ત રૂમાલ ફેરવતા અને સામાન્ય હરકતો કરતાં જોવા મળ્યા હતા. પરંતુ એક વર્ષમાં બધું બદલાઈ ગયું છે. ચીન દુનિયાને, ખાસ કરીને અમેરિકાને બતાવવા માગે છે કે તે ટેકનોલોજીમાં ઘણું આગળ નીકળી ગયું છે.

ADVERTISEMENT