અમેરિકાની પ્રખ્યાત સંસ્થા મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી -MITના એક રિસર્ચમાં ડરામણું તારણ સામે આવ્યું છે કે AI ના વધુ પડતા વપરાશથી માણસની યાદશક્તિ અને જ્ઞાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
જે બાબતો આપણે પહેલાં મગજમાં યાદ રાખતા હતા, તે હવે તુરંત AI ને પૂછી લઈએ છીએ, પરિણામે આપણું મગજ સક્રિય રીતે વિચારવાનું અને યાદ રાખવાનું બંધ કરી રહ્યું છે.
રિસર્ચમાં સૌથી ચોંકાવનારો દાવો થયો છે કે AI ચેટબોટ્સનું વર્તન 'ચાપલુસ' જેવું હોય છે. AI મોટાભાગે યુઝર્સના વિચારો સાથે સહમત થાય છે અને જે તે સાંભળવા માંગે છે તેવા જ જવાબો આપે છે.
AI ચેટબોટ્સ ઘણીવાર નિષ્પક્ષ હોતા નથી. તેઓ યુઝરના વિચારોને જ બીજા શબ્દોમાં સજાવીને રજૂ કરે છે. આના કારણે માણસની તાર્કિક શક્તિ ઘટે છે અને નવીનતમ વિચારધારાનો અંત આવે છે.
જો આ જ ગતિએ AI નો ઉપયોગ વધતો રહ્યો, તો ભવિષ્યમાં માણસની પોતાની નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થઈ જશે. ટેકનોલોજી વરદાન છે કે અભિશાપ, તે તેના ઉપયોગ પર નિર્ભર છે.
AI ના જાળમાં ફસાઈને આપણે આપણી મૌલિકતા ન ગુમાવીએ તે જોવું હવે અનિવાર્ય બન્યું છે. સંશોધકોનું માનવું છે કે AI કામ સરળ બનાવવા માટે છે, પરંતુ છેલ્લો નિર્ણય તો માનવીએ જ લેવાનો હોય છે..




