ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં 17 IAS અધિકારીઓની બદલી અને વધારાના હવાલા સોંપવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય હેઠળ 14 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 3 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. બદલી પામેલા અધિકારીઓમાં અલોક કુમાર પાંડે અને ગૌરાંગ મકવાણા સહિતના પ્રમુખ ચહેરાઓ સામેલ છે. આ ફેરફારોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને માહિતી, ગ્રામ વિકાસ તથા રમતગમત જેવા મહત્ત્વના વિભાગોની જવાબદારીઓમાં ફેરબદલ જોવા મળશે.
રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઔદ્યોગિક રોકાણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યૂરો' સંસ્થાને લઈને લેવાયેલો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. 2012 બેચના IAS અધિકારી ગૌરાંગ એચ. મકવાણા, જેઓ હાલ મહેસાણામાં UGVCLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેમને iNDEXT-Bનો વધારાનો પ્રભારી ચાર્જ સોંપવામાં આવ્યો છે. iNDEXT-B એ દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવા, સરકારી મંજૂરીઓમાં સંકલન સાધવા અને વાઇબ્રન્ટ સમિટ માટે નોડલ એજન્સી તરીકે કામ કરતી મુખ્ય સંસ્થા છે. આટલી મહત્વપૂર્ણ સંસ્થામાં પૂર્ણ સમયના અધિકારીને બદલે વધારાના પ્રભારી સોંપાતાં, મહેસાણા અને ગાંધીનગર વચ્ચે બેઠકોનું સંચાલન અને રોકાણના નિર્ણયોની ઝડપ પર શું અસર પડશે તે અંગે વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે.
17 IASની બદલી અને વધારાનો હવાલા સોંપાયો, જુઓ સંપૂર્ણ યાદી
1. આલોક કુમાર પાંડે -
આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તરીકે કાર્યરત
આલોક કુમાર પાંડેને મહેસૂલ વિભાગમાં રાહત કમિશનર અને એક્સ ઓફિસિયો સચિવનો વધારાનો હવાલો સોંપાયો
2. જી.ટી. પંડ્યા:
શિક્ષણ વિભાગના અધિક સચિવ જી.ટી. પંડ્યાની માહિતી નિયામક, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી
3. ગૌરાંગભાઈ એચ. મકવાણા:
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત
ગૌરાંગભાઈ મકવાણાને ઇન્ડેક્સ્ટ-બી, ગાંધીનગરના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો
4. એસ.કે. પ્રજાપતિ:
મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિની ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી
5. ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી:
કાયદા અને વ્યવસ્થા સંબંધિત ગૃહ વિભાગના અધિક સચિવ ડૉ. હર્ષિત ગોસાવીને મહેસાણાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા
6. પ્રવીણ ચૌધરી:
આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની ધોલેરા SIR અને માંડલ-બેચરાજી SIRના સ્પેશિયલ પ્રોજેક્ટના મુખ્ય કાર્યપાલક અધિકારી તરીકે નિમણૂક
કરવામાં આવી છે. તેમની જગ્યાએ ડૉ. કુલદીપ આર્યાનો વધારાનો હવાલો રહેશે.
7. એમ.જે. દવે:
બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેની વાવ-થરાદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી
8. ઉત્સવ ગૌતમ:
કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી
9. સી.સી. કોટક:
અમદાવાદ સ્થિત SPIPA ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સી.સી. કોટકને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (SIRD), અમદાવાદના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા
10. રામ નિવાસ બુગાલિયા:
તાપીના જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયાની બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી
11. અતિરાગ ચપલોત:
વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી
12. સચિન કુમાર:
છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને ગૃહ વિભાગના કાયદા અને વ્યવસ્થા વિભાગમાં ઉપસચિવ તરીકે મૂકવામાં આવ્યા
13. વંદના મીના:
મહીસાગર ખાતે આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP)ના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાની વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી
14. રાજેશ કુમાર મૌર્ય:
તાપી જિલ્લાના સોનગઢ ખાતે TASPના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યની અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી
15. સ્વપ્નિલ મહાદેવ સિસલે:
નવસારી જિલ્લાના વાંસદા ખાતે TASPના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેની તાપીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી
16. ઓમકાર રાજેન્દ્ર શિંદે:
છોટાઉદેપુર ખાતે TASPના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ઓમકાર રાજેન્દ્ર શિંદેની છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી
17. બી.એન. પટેલ:
ગુજરાત ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એન. પટેલને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક માટે મૂકવામાં આવ્યા
